June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

નાનાપોંઢાના પી.એસ.આઈ., ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 લોકો બર્થ-ડે પાર્ટીની મહેફીલ માણતા હતા ત્‍યાં પોલીસે રંગમાં ભંગ પાડયો : દારૂ, વાહનો સાથે 26 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
વલસાડ નજીક આવેલ અતુલ વિસ્‍તારના એક બંગલામાં મંગળવારે રાત્રે બર્થ-ડે પાર્ટીની શરાબ-કબાબની મહેફીલ ચાલતી હતી, ત્‍યારે જિલ્લા એસ.પી.એ રાત્રે રેડ પાડીને મહેફીલની રંગતમાં લીન એક પી.એસ.આઈ., ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. ઘટનાને લઈ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.
છેલ્લા બે દિવસથી અમદાવાદ-ધોળકા વિસ્‍તારનો લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે. તે પછી જિલ્લા પોલીસને તાકીદ કરાઈ હતી કે દેશી દારૂ અને બુટલેગરો સામે કાર્યવાહી કરી ઓર્ડરના કલાકો બાદ જ અતુલના એક બંગલામાં ખુદ એસ.પી. ઝાલા ટીમ સાથે ત્રાટક્‍યા હતા.અતુલના મુકુંદ વિસ્‍તારમાં આવેલ ગેટ નં.1 પાસેના બંગલામાં સન્ની બાવીસ નામના ઈસમની બર્થ-ડે પાર્ટી મંગળવારે રાત્રે ચાલી રહી હતી. પાર્ટીમાં તેમના મિત્ર નાનાપોંઢા પો.સ્‍ટે.ના પી.એસ.આઈ. અને ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 લોકો શરાબ કબાબની મહેફીલ માણતા હતા ત્‍યાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી. સ્‍થળ કાર્યવાહીમાં રૂા.9650 દારૂનો જથ્‍થો 5, કાર 7, બાઈક સહિત 12 વાહનો મળી કુલ 26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ બેડામાં જ સારી એવી ચકચાર મચી હતી. કારણ કે ખુદ આખી જ મહેફીલમાં ઝડપાઈ હતી.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્‍ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment