(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા 100 નાગરિકો જેમણે ઘરવેરો ભરવાનો બાકી છે તેઓને 20 ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેના અંતર્ગત આ દરેક નાગરિકોને બાકીઘરવેરો ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અગર તેઓ પંદર દિવસની અંદર એમનો બાકી વેરો ભરવામાં અસફળ રહેશે તો તેઓ વિરુદ્ધ દાનહ અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142 મુજબ એમના બાકી વેરા પર વ્યાજ લગાવવામાં આવશે અને એમની સંપત્તિને સીલ કરવાનું વોરન્ટ જારી કરવામાં આવી શકે છે.
આજે સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બાકી વેરો હોય તેવા સંપત્તિ ધારકોને ગુલાબનુ ફુલ આપી બાકી વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહ દ્વારા પણ બાકી વેરાધારકોને મળી ગુલાબનું ફુલ આપી પ્રોત્સાહીત કર્યા હતા અને દરેક નાગરિકોને અપીલ કરી કે પોતાનો બાકી વેરો વહેલામાં વહેલી તકે ભરી દેવામા આવે.