Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.27: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પાકિસ્‍તાની જેલમાં સબડતા દીવ અને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે લોકસભામાં જોરદાર માંગણી કરી હતી. તેમણે વિદેશમંત્રીને આ મુદ્દે દરમિયાનગીરી કરવા પણ હાકલ કરી હતી.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે લોકસભામાં જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાની જેલમાં સબડતા કેટલાક માછીમારોની સજા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેમને છોડવામાં નથી આવતા. છેલ્લા 4 વર્ષથી પાકિસ્‍તાન સત્તાવાળાઓએ એક પણ માછીમારને નહીં છોડયા હોવાની પણ જાણકારી લોકસભાને આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભૂતકાળમાં કરેલી દરમિયાનગીરી બાદ પાકિસ્‍તાન સત્તાવાળાઓએ દીવ અને ગુજરાતના માછીમારોને છોડવાના લીધેલા નિર્ણયની પણ યાદ અપાવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

વાપી નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણી જાહેર : ર8 નવેમ્‍બરે મતદાન : 30 નવેમ્‍બરે મતગણતરી

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

Leave a Comment