Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
ચીખલી સ્‍થિત પોસ્‍ટ ઓફિસ ગ્રાહકોથી ધમધમતી રહે છે. હાલે છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વર અવાર નવાર ચાલુ બંધ થતાં કનેક્‍ટિવિટી ખોરવાતા પીએલાઆઈ, સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના, તમામ પ્રકારના બચત ખાતાને લગતા કામો માટે ગ્રાહકોએ ધક્કા ખાવાની નોબત આવી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી અવાર નવાર સર્વર ખોટકાતા ગ્રાહકો આંટાફેરા કરવા માટે લાચાર બન્‍યા છે. અને કર્મચારીઓ સાથે ઘર્ષણના સંજોગો ઉભા થવા પામ્‍યા છે.
એક તરફ પોસ્‍ટ ઓફિસમાં તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ કરી આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે કામના કલાકો દરમ્‍યાન પણ નિયમિત કનેક્‍ટિવિટી પુરી નથી પડાતી ત્‍યારે ખરેખર તો પોસ્‍ટ ઓફિસમાં સુવિધાઓ વધારવા સાથે જે હાલે સુવિધાઓ કાર્યરત છે તે વ્‍યવસ્‍થિત ચાલે અને ગ્રાહકોને હાલાકી ન પડે તે દિશામાં નિરાકરણ લવાઈ તેવી માંગ ગ્રાહકવર્ગમાં ઉઠી રહી છે. ચીખલી પોસ્‍ટ ઓફિસમાં પીએલઆઈ સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના, બચત ખાતા વિગેરેના હજ્‍જારો ગ્રાહક હશે તેવા સંજોગોમાં ગ્રાહકોને હાલાકી ન પડે તે પોસ્‍ટઓફિસના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા સુનિヘતિ કરવામાં આવે તે જરૂરી છે. બાકી આજે ઝડપી ઈન્‍ટરનેટના યુગમાં કનેક્‍ટિવિટી ડચકા ખાતી હોય તેને વહીવટી નિષ્‍ફળતા ગણવી કે બેદરકારી તે મોટો સવાલ ઉભો થવા પામ્‍યો છે.
સમરોલીના સંદિપ પટેલના જણાવ્‍યાનુસાર ચીખલી પોસ્‍ટ ઓફિસમાં પીએલઆઈ અને સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનાના પૈસા ભરવા જતા સવારે બંધ છે તેવો જવાબ મળતા અને પૈસા ભરવા માટે ધક્કા ખાવા પડે છે. આ માટે સ્‍થાનિક કર્મચારીને રજૂઆત કરી ફરિયાદ બુકમાં ફરિયાદ પણ નોંધી હતી.

Related posts

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોટાપોંઢાની શ્રી મુમ્‍બા દેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્‍તક મિત્ર ક્‍લબ દ્વારા પુસ્‍તક પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

Leave a Comment