September 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28
આઝાદ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી માટે લોકસભાના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્‍ટ્રપત્‍ની જેવા અશોભનીય શબ્‍દોનો ઈરાદાપૂર્વક પ્રયોગ કરવામાં આવતા સમગ્ર દેશમાં તેના પત્‍યાઘાતો પડ્‍યા છે અને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા આ કૃત્‍ય ને વખોડવા અને વિરોદ્ધ પ્રદશન કરવા વિવિધ જ્‍વનશીલ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
વલસાડના કિલ્લા-પારડી ખાતે પણ પારડી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે પારડી શહેર ભાજપ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ સાંજે 5:30 કલાકે રાખવામાં આવ્‍યો હતો. જેમાં કોંસના લોસભાના નેતા અધિર રંજન ચૌધરી વિરુદ્ધ વિવિધ સૂત્રચારો કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, શિલ્‍પેશ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી કેતન પ્રજાપતિ, પારડી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ,ફાલ્‍ગુની ભટ્ટ, રાજન ભટ્ટ, દેવેન શાહ, ગજાનંદ માગેલા, અલી અન્‍સારી, નગરપાલિકા ઉપ પ્રમુખ સંગીતા પટેલ, સંગઠનના હોદેદારો, નગરપાલિકાના સદસ્‍યો સહિત મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ભાજપની જાહેર સભામાં જનમેદની લાવવા પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે ભજવેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

Leave a Comment