January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઝ વિસ્‍તારમાં આવેલ એક પેપર મિલમાં આજે ગુરૂવારે 10 વાગ્‍યાના સુમારે આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝમાં આવેલ નાથ કેમિકલના પેપરમિલ યુનિટ રામા પેપરમિલમાં આજે 10 વાગ્‍યાના સુમારે કંપનીના ટ્રાન્‍સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ બાદ નોટિફાઈડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી. ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ કરીલેવાયો હતો. પેપર યુનિટ હોવાથી આગને લઈ ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું પરંતુ સમયસર આગ બુઝાઈ જતા મોટી હતાહત ટળી જવા પામી હતી.

Related posts

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરામાં 1પમા નાણાપંચના ડામર રોડના કામોમાં ભ્રષ્‍ટાચાર થયો હોવાની સ્‍થાનિકોએ ટીડીઓને રજૂઆતકરી તપાસની માંગ કરી

vartmanpravah

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

vartmanpravah

Leave a Comment