October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

હર ઘર તિરંગા યોજનાને સફળ બનાવવા નગરપાલિકાના કાઉન્‍સિલરો સાથે ચીફ ઓફિસરે કરેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: આઝાદીની નવી ઊર્જાના સંચારના પ્રયાસો અગામી તા.13 થી 15 ઓગસ્‍ટ, 2022 દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘ઘર ઘર રાષ્‍ટ્રધ્‍વજ’ લહેરાવવા કરેલી હાકલ અંતર્ગત દમણ નગરપાલિકા દ્વારા આજે ચીફ ઓફિસરની અધ્‍યક્ષતામાં કાઉન્‍સિલરો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દમણ નગરપાલિકાના દરેક ઘરો ઉપર રાષ્‍ટ્રધ્‍વજ લહેરાય તે માટે ઘર ઘર જઈ જાગૃતિ ફેલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. દમણ નગરપાલિકા દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું વેચાણ પણ કરાનારૂં હોવાની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં દમણ નગરપાલિકાના કાઉન્‍સિલરોએ આમજનતાને અપીલ કરી છે કે, દરેક ઘર, ફલેટ અને બિલ્‍ડીંગ તથા દુકાનો ઉપર દરેક જગ્‍યાએ તિરંગો ફરકાવવામાં આવે જેથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવી શકાશે. આ બેઠકમાં દમણ ન.પા.ના ચીફ ઓફિસર, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રી વિનય પટેલ, શ્રીમતી અનિતા પટેલ, શ્રીમતી સોહિના પટેલ, શ્રી પ્રમોદરાણા, શ્રીમતી ફિરદોશ બાનુ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળી

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

Leave a Comment