October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

આઝાદી કા અમૃત મહોત્‍સવ પ્રોત્‍સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા અંગે પણ સામાન્‍યસભામાં ચર્ચા થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વાપી નગરપાલિકાની સામાન્‍યસભા આવતીકાલે તા.30ને શનિવારના રોજ 11:30 કલાકે નગરસેવા સદનમાં પાલિકા પ્રમુખની અધ્‍યક્ષતામાં યોજાનાર છે. સામાન્‍ય સભામાં એજન્‍ડા મુજબની ચર્ચા અને નિર્ણયો લેવામાં આવશે.
શનિવારનારોજ યોજાનાર વાપી નગરપાલિકાની સામાન્‍ય સભામાં પ્રમુખ શ્રીમતી કાશ્‍મિરાબેન શાહની અધ્‍યક્ષતામાં યાોજશે. સભામાં મુખ્‍યત્‍વે એજન્‍ડા મુજબના કામકાજો નિર્ણયો લેવાશે. તે પૈકી ત્રિમાસિક હિસાબની બહાલી, આઝાદી કા અમૃત મહોત્‍સવ પ્રોત્‍સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા, જિલ્લા રોડ સેફટી કાઉન્‍સીલની સુચના અન્‍વયે નવી પાર્કિંગ પોલીસી બનાવવી, તા.25-7-22 ની મળેલ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત તેમજ પ્રમુખ સ્‍થાનેથી જે રજૂઆત થાય તેની ચર્ચા અને બહાલી આવતીકાલે યોજાનારી સામાન્‍ય સભામાં આપવામાં આવશે.

Related posts

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

Leave a Comment