Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

આજે અમને જણાવતા આનંદ થાય છે કે ગીર આદર્શ આજીવિકા યોજના જેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ દ્વારા સેંકડો આદિવાસી ભાઈ-બહેનોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જેનું પાલન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. દૂધનું ઉત્‍પાદન કરીને સારા ભાવ મેળવી રહ્યા છે, એટલું જ નહીં, આજે ખેડૂતો પરંપરાગત ખેતી, મશરૂમની ખેતી, બ્રાઉન રાઇસની ખેતી, બાગાયત, ફળો અને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન કરીને બજારમાં પહોંચે છે, આ ઉપરાંત તેઓ ટ્રાઈફેડના માધ્‍યમથી જંગલ ઉત્‍પાદનનું વેચાણ કરીને નફો પણ મેળવી રહ્યા છે. આજે વહીવટી કક્ષાએ આદિવાસી ભાઈ-બહેનોને વિવિધક્ષેત્રોની તાલીમ આપી સ્‍વરોજગારી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ સ્‍વાવલંબી બનીને સામાજિક અને આર્થિક રીતે સશક્‍ત બનીને સન્‍માનજનક જીવન જીવી શકે.
અત્‍યાર સુધીમાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને આશરે રૂા. 28 કરોડની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી છે અને રૂા. 4 કરોડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ ખર્ચવામાં આવ્‍યા છે, જેમાં અથલ ખાતે સ્‍થાપિત દૂધ બોટલિંગ પ્‍લાન્‍ટ અને દૂધના પાઉચ ભરવાનું મશીન તથા ગાયના છાણમાંથી ખાતર બનાવવાની મશીન, છાણના પાવડરમાંથી ધૂપબત્તી-અગરબત્તીઓ, દીવા, સાબુ વગેરે ઉત્‍પાદનોને બનાવવા માટે સ્‍વ સહાયતા જૂથને તાલીમ આપવામાં આવી છે અને આ માટે નરોલીમાં મશીનરી ઉભી કરવામાં આવી છે.
કરચોંડમાં વન પેદાશોના વર્ગીકરણ, પેકેજિંગ અને બ્રાન્‍ડિંગ માટે આધુનિક મશીનરી સ્‍થાપિત કરવામાં આવી છે, જે કૌંચા વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર તરીકે ઓળખાય છે, આ કેન્‍દ્રની સ્‍થાપનાથી 300 આદિવાસી મહિલાઓને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળ્‍યો છે. પશુઓને લીલો ચારો ઉપલબ્‍ધ કરાવવા માટે પશુપાલકોને જુવાર, બાજરી, મકાઈ અને બરસીમના લગભગ 2 મેટ્રીક ટન બિયારણનું વિતરણ કરવામાં આવ્‍યું છે, ઉપરાંત ઘાસચારાની કાપણી માટે 50 ચારા કટિંગ મશીનો આપવામાંઆવ્‍યા છે.
આજે દાદરા અને નગર હવેલીમાં ગીર ગાયનું દૂધ, ઘી, બ્રાઉન રાઈસ, ઓયસ્‍ટર ફ્રેશ મશરૂમ, ડ્રાઈડ મશરૂમ અને મશરૂમ પાઉડર સિલ્‍વાનના બ્રાન્‍ડ નામ હેઠળ ઉત્‍પાદિત ખાદ્ય ચીજવસ્‍તુઓ બજારમાં ગ્રાહકોને વ્‍યાજબી ભાવે ઉપલબ્‍ધ છે.
આમ, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ આદિવાસી ભાઈબહેનોના કલ્‍યાણ માટે સતત પ્રયત્‍નશીલ છે.

Related posts

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment