August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

કેન્‍દ્રના સંરક્ષણ અને પ્રવાસન રાજ્‍ય મંત્રી અજય ભટ્ટ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લક્ષદ્વિપના પ્રવાસન વિકાસ અંગે મહત્‍વની ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવારતી, તા.31
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વિપ પણ વિકાસથી વંચિત નહીં રહી જાય અને આ પ્રદેશનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા નિયમિત રીતે મુલાકાતો લેતા રહે છે. શનિવારે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણથી લક્ષદ્વિપની ઉડાન ભરી હતી.
લક્ષદ્વિપના કવારતી ખાતે પ્રદેશના વિકાસ માટે અધિકારીઓ પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી અને વિવિધ કામોની સમીક્ષા પણ કરી હતી.
દરમિયાન લક્ષદ્વિપના કવારતી ખાતે પધારેલા કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના સંરક્ષણ અને પ્રવાસન મંત્રી શ્રી અજય ભટ્ટ સાથે પ્રદેશના પ્રવાસન વિકાસ અને સંરક્ષણ દૃષ્‍ટિએ પ્રદેશના વ્‍યૂહાત્‍મક મહત્‍વ વિશે ઉપયોગી ચર્ચા-વિચારણા પણ કરી હતી.
સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકાર દ્વારા લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. જેની કડીમાં અવરોધતાપરિબળો સામે પણ પ્રશાસને બાથ ભીડવાની શરૂઆત કરી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વર્ષોથી ઉપેક્ષિત રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવની શરૂ કરેલી કાયાપલટ બાદ હવે લક્ષદ્વિપના વિકાસને પણ ચાર ચાંદ લગાવવાના પ્રયાસો તેજ કર્યા છે.

Related posts

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

vartmanpravah

રેલવે પોલીસે 2023માં વાપી સ્‍ટેશનથી રૂા.2.01 લાખના દારૂ સાથે કુલ 107 આરોપી ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

Leave a Comment