October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથની ઉપાસના દર્શન ભક્‍તો અવિરત કરતા રહે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ આવેલ પ્રથમ સોમવારે વલસાડ જિલ્લાના શિવાલયો બસ બસ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. વલસાડ જિલ્લામાં સુવિખ્‍યાત શિવાલયો-મંદિરો આવેલાછે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરે સવારથી ભાવિ ભક્‍તોની ભીડ ભોલેનાથના દર્શન, અર્ચના કરવા ઉમટી પડી હતી. બિલ્‍વપત્ર દૂધ ચઢાવી ભક્‍તોએ ધન્‍યતા અનુભવી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડમાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર 800 વર્ષ પૌરાણિક છે. ચમત્‍કારિક ગણાતા આ મંદિરની છત અનેક વખત બાંધવાનો પ્રયાસ કરાયો પણ ટકતી નથી. શિવબાબા ઉપર સૂર્યના સીધા કિરણો અભિષેક કરે છે. તેથી જિલ્લાભરમાં તડકેશ્વર મહાદેવ મંદિર ભાવિકો માટે સદીઓથી આસ્‍થાનું કેન્‍દ્ર રહેલ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વલસાડ શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી હજારો શિવભક્‍તો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડયા હતા. ઉત્તર ભારતીયો શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કાઢે છે. આજે વલસાડ રામજી મંદિરથી નિકળેલી કાવડ યાત્રા તડકેશ્વર મહાદેવ પહોંચી સમાપ્ત થઈ હતી. જિલ્લાના બરુમાળ 13મા જ્‍યોર્તિલિંગ ગણાતા ભાવભાવેશ્વર મહાદેવ મંદિરમાં પણ સોમવારથી ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. વાપીમાં સિધ્‍ધેશ્વર મહાદેવ અને જી.આઈ.ડી.સી. અંબામાતા મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવદર્શન અને અભિષેક માટે ભક્‍તોની કતારો જોવા મળી હતી.

Related posts

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

Leave a Comment