October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

ફાટક ઉપર બસ ફસાયેલી જોતા ટ્રેન પાયલોટે સમય સુચકતા વાપરી ટ્રેન થોભાવી દીધી : ટ્રેન થોભી જતા મુસાફરોમાં જીવ આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
વલસાડથી હાઈવે તરફ જતા રોડ ઉપર આવેલ કોપરી ફાટક ઉપર આજે સોમવારે બપોરે દિલધડક દૃશ્‍યો સર્જાયા હતા. હાઈવે તરફથી આવી રહેલ બસ ફાટક ક્રોસ કરતા અચાનક રેલવે લાઈન ઉપર જ બંધ પડી ગઈ હતી. બીજી તરફ ટ્રેન આવી રહેલી જોતા મુસાફરોનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. જો કે ટ્રેન પાયલોટે સમય સુચકતા વાપરીને ટ્રેન થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. 15 થી 20 મિનિટ ફિલ્‍મી શુટિંગ જેવા દૃશ્‍યો સર્જાયા હતા તો બીજી તરફ રેલવે પોલીસ અને એસ.ટી. સત્તાવાળા દોડતા થઈ ગયા હતા.
વલસાડ નજીક આવેલ કોપરી ફાટક અંકલેશ્વર તરફથી આવી રહેલ બસ નં.જીજે 18 ઝેડ 2971 બપોરે 12:40 કલાકે ક્રોસ કરી રહી હતી ત્‍યારે અધવચ્‍ચે રેલવે ટ્રેક ઉપર બસ બંધ પડી ગઈ હતી. બીજી તરફ સુરત તરફથી યશવંતપુરએક્‍સપ્રેસ ટ્રેન નિયત સમય મુજબ આવી રહી હતી. કટોકટી ભરી સ્‍થિતિ સર્જાતા બસના મુસાફરોએ કાગારોળ શરૂ કર્યો હતો. પરંતુ ટ્રેનના પાયલોટે સમય સુચકતા વાપરી ટ્રેનને થોભાવી દીધી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ધસી આવી હતી. ટ્રેન 15 મિનિટ થોભી હતી. બસને ફાટકથી બહાર કાઢી લેવાઈ તે દરમિયાન અડધો કલાક ટ્રાફિક સર્જાયો હતો. અંતે બધુ હેમખેમ પાર પાડતા બસના મુસાફરોએ હાશકારો અનુભવ્‍યો હતો.

Related posts

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

Leave a Comment