Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

પારડી એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ યોજાયો

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ ઈંગ્‍લિશ મિડીયમના તેજસ્‍વી તરલાઓના સનમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં પારડી એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંત દેસાઈ દ્વારા સૌ કોઈને આવકારવામાં આવ્‍યા હતા અને મુખ્‍ય મહેમાન તરીકે કોલેજના દાતા શ્રી સિદ્ધાર્થ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા અને અંગ્રેજી વિષયનું મહત્‍વ સમજાવ્‍યું હતું. તેમના દ્વારા કોલેજમાં નજીવા દરે માત્ર 100 રૂા.માં સ્‍પોકન ઈંગ્‍લિશ આખા વર્ષ માટે શરૂ રાખવામાં આવે તે અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેને ઉપસ્‍થિત સૌ વિદ્યાર્થીઓએ જોરદાર તાળીઓથી વધાવી લીધી હતી. આ પ્રસંગે દરેક સેમેસ્‍ટરમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્‍કાર 5500, 3500, 2500 અનુક્રમે આપવામાં આવ્‍યા હતા. ચારે સેમેસ્‍ટરમાં ટોપ કરીને વિદ્યાર્થીઓ કિંજલ ચોડગર ને કુલ 22000 રૂા. ના રોકડ પુરસ્‍કાર મેળવીને એક અનોખી સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત કોમર્સના પ્રથમ બેચમાં 100 ટકા પરિણામ સાથે દરેક વિદ્યાર્થી 60 ટકા કરતા વધુ માર્ક મેળવતા થયા તેની ખુશી વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે ટોપ 3 વિદ્યાર્થીઓને વિનર બેલ્‍ટ પહેરાવવામાં આવ્‍યા હતા અને તે સાથે તેઓના મુખ પર ખુશીની ઝલક દેખાય હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલનકોલેજના પ્રાધ્‍યાપક દો. મમતા સિંગ અને કળપા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment