October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

  • બે દિવસની ટૂર્નામેન્‍ટમાં માત્ર એક ગર્લ્‍સ અન્‍ડર-17માં ફક્‍ત દાદરા નગર હવેલીનો દમણ સામે પરાજયઃ ગર્લ્‍સ અન્‍ડર-17માં દાનહની ટીમ દીવ સામે ડ્રોઃ બાકીની તમામ મેચોમાં દાદરા નગર હવેલીએ બતાવેલી પોતાની સર્વોપરિતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01
મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે પ્રદેશ સ્‍તરીય પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ ગઈકાલ તા.31મી જુલાઈના રવિવારથી થયો હતો. આ ટૂર્નામેન્‍ટનું સમાપન આવતી કાલ તા.2 ઓગસ્‍ટના રોજ થશે. આ ટૂર્નામેન્‍ટમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા સ્‍તરીય વિજેતા સ્‍કૂલ ટીમ બોયઝ અન્‍ડર -14 અને 17, ગર્લ્‍સ અન્‍ડર-17 માટે સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્‍ટનું ઉદ્‌ઘાટન યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા, ખેલ વિભાગ દીવના ખેલ અધિકારી શ્રી મનિષ સ્‍માર્ત તથા દાનહના ખેલ સમન્‍વયક શ્રી મહેશ પટેલની ઉપસ્‍થિતિમાં ગઈકાલે કરાયું હતું.
રવિવારે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં બોયઝ અન્‍ડર -14ની કેટેગરીમાં દાદરા નગર હવેલીએ દમણ સામે 7-0 ગોલથી એક તરફોવિજય મેળવ્‍યો હતો. જેમાં દાદરા નગર હવેલીની ટીમ તરફથી શ્રી સાહિલ અનિલ ગાવિતે બે ગોલ, દિવ્‍યેશ દિલીપ, સાજન મગજી સોનાર અને શ્રી વિજેશ નરેશ વાઘરોડિયાએ એક એક ગોલ કરતા દાનહનો 7-0 ગોલથી વિજય થયો હતો.
બોયઝ અન્‍ડર-17ની રમાયેલી ટૂર્નામેન્‍ટમાં પણ દાદરા નગર હવેલીનો દમણ સામે 5-2થી વિજય થયો હતો. જેમાં દાનહ તરફથી સુરજ કિસાન બાન્‍ડેએ બે ગોલ અને રોહિત બાપજ વાઘ, અતુલ ગ્રેસિન નડગે અને સુભાષ કલ્‍પેશે એક એક ગોલનો સ્‍કોર કરતા કુલ 5 ગોલ થયા હતા. જેની સાથે દમણની ટીમ તરફથી રોહિત લ્‍યુકડાએસ અને પાર્થ રોહિતે એક એક ગોલ કર્યો હતો.
ગર્લ્‍સ અન્‍ડર-17ની રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દમણનો દાદરા નગર હવેલી સામે 2-1થી વિજય થયો હતો. દમણની ટીમ તરફથી આકાંક્ષા શર્મા અને સારા સમીરકુમાર ભટ્ટે એક એક ગોલ કર્યો હતો. જ્‍યારે દાદરા નગર હવેલી તરફથી એક માત્ર સ્‍વાતિ ગણેશ પવાર એક ગોલ કરવા સફળ રહી હતી.
સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટના બીજા દિવસે એટલે કે આજે રમાયેલી મેચમાં બોયઝ અન્‍ડર -14ની શ્રેણીમાં દાદરા નગર હવેલીનો દીવ સામે 20 ગોલથી એક તરફો વિજય થયો હતો. જેમાં દાદરા નગર હવેલી તરફથી દિવ્‍યેશ ડી. ગવલી અને સાજન એમ. સોનારે 8-8 ગોલ કર્યા હતા જ્‍યારે સાહિલ એ.ગાવિત અને બ્રિજેશ એન. વાઘરોડિયાએ 2-2 ગોલ કરી પોતાની ટીમને સૌથી મોટી જીત અપાવી હતી.
બોયઝ અન્‍ડર-17ની શ્રેણીમાં દાદરા નગર હવેલીનો દીવ સામે 5-0થી નેત્રદિપક વિજય થયો હતો. દાદરા નગર હવેલી તરફથી વિનાશ ભોડવાએ 3 ગોલ અને અતુલ નડગેએ 2 ગોલ કરી દાનહનો વિજય પાકો કર્યો હતો.
ગર્લ્‍સ અંડર -17ની શ્રેણીમાં દાદરા નગર હવેલી અને દીવ વચ્‍ચેની મેચ એક એક ગોલથી ડ્રોમાં પરિણમી હતી. દાદરા નગર હવેલી તરફથી સ્‍વાતિ ગણેશ પવારે 1 અને દીવ તરફથી મહંતો રૂપા અજીતકુમારે 1 ગોલ કરતા બંનેની ટીમ ડ્રોમાં પરિણમી હતી.
અત્રે નોંધનીય છે કે, પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો રહેવા પામ્‍યો છે. આ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવા માટે દમણ ખેલ વિભાગના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા ખેલ સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, વિભાગના ફૂટબોલ કોચ સોહિલ અને વિવિધ વિદ્યાલયોના શારીરિક શિક્ષણ વિભાગના શિક્ષકો પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આવતી કાલે ફાઈનલ મેચ રમાશે.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ભારતીય જનતા પાર્ટીએ તેના 44મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણીઃ ઠેર ઠેર ભાજપના ઝંડાનું કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

vartmanpravah

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment