Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને વલસાડ જિલ્લા સંકલન-વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જિલ્લાના કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ-1 અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં ઉમરગામના ધારાસભ્‍યા રમણલાલ પાટકરના સોળસુંબા ગામમાં ગૌચરની સરકારની જમીનમાં ગેરકાયદે 100થી વધુ દુકાન બનાવી હરાજી કરી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું જણાવી તપાસ વિશેના પ્રશ્નના જવાબમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્‍યું હતું કે, વિસ્‍તરણ અધિકારીને તપાસ સોંપી સદર બાબતે સાધનિક કાગળો સહ હકીકત લક્ષી તપાસ શરૂ કરાવવામાં આવી છે તેમજ સોળસુંબાના તલાટી કમ મંત્રી પાસે પણ સાધનિક કાગળો સહિત અહેવાલ મંગાવી તપાસ શરૂ કરાઈ છે. નાગવાસ ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટના કારણે ઘર નં.429 અને 432ને નુકશાન થયું હતું તેની ભરપાઈ બાબતના પ્રશ્ને પતિ અધિકારી વલસાડે જણાવ્‍યું હતું કે બંને ઘરોને થયેલી નુકશાનીનું વળતર એલ એન્‍ડ ટી કંપનીના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરના નુકશાનીઅંગેના સ્‍થળ રિપોર્ટ મુજબ નુકશાનીનું વ્‍યવસ્‍થિત રિપેરિંગ કરી વળતર ચુકવવામાં આવશે. ઈડબલ્‍યુ.એસ. કોલોનીના રહીશોને પીવાના પાણીનાં કનેક્‍શન આપવા બાબતે જી.આઈ.ડી.સી. નોટીફાઈડ એરિયા ઓફિસરે જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારોમાં પાણીની લાઈન નાંખી દેવામાં આવી છે અને હાલમાં નવા ચાર જોડાણ પણ આપવામાં આવ્‍યા છે. ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારમાં આસ્‍થા બિલ્‍ડિંગમાં બાંધકામની પરમિશનમાં કોમર્સિયલ દુકાનોનું બાંધકામ અને ફાયર સેફટી છે કે કેમ તેના જવાબમાં ચીફ ઓફિસર ઉમરગામે જણાવ્‍યું હતું કે ટાઉન પ્‍લાનિંગ કમિટીએ આસ્‍થા એવેન્‍યુ ને રહેણાંક અને કોમર્સિયલ દુકાનનાં બાંધકામ માટે પરવાનગી આપેલી છે અને રિજનલ ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફટીની ચકાસણી કરી ફાયર એન.ઓ.સી અને બી.યુ. પરમિશન પણ આપવામાં આવી છે.
કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં દરેક તાલુકાના પ્રાથમિક અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં તેમજ સરકારી અને ખાનગી સોનોગ્રાફી સેન્‍ટરમાં કેટલી સોનોગ્રાફી થયેલી છે? એવો પ્રશ્ન પુછયો હતો જેના જવાબમાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં બધા તાલુકા મળી વર્ષ 2019-20 માં 1303 જેમાં વલસાડ તાલુકામાં75, પારડીમાં 452, ઉમરગામમાં 422, અને કપરાડામાં 354, વર્ષ 2020-21 માં 5795 જેમાં વલસાડ તાલુકામાં 210, પારડીમાં 381, વાપીમાં 11, ઉમરગામમાં 1097, ધરમપુરમાં 1829 અને કપરાડામાં 2267 અને વર્ષ 2021-22 માં 7011 જેમાં વલસાડ તાલુકામાં 150, પારડીમાં 662, વાપીમાં 12, ઉમરગામમાં 1847, ધરમપુરમાં 2266 અને કપરાડામાં 2074 સોનોગ્રાફી કરવામાં આવી છે. આ સોનોગ્રાફીનો ખર્ચ સરકાર દ્વારા કરાય છે કે કેમ? ના જવાબમાં જણાવ્‍યું હતું કે સરકારી સેન્‍ટરોમાં સોનોગ્રાફી વિનામુલ્‍યે થાય છે.
ભાગ-2 માં જિલ્લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી 24 માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્‍યો હતો.
આ બેઠકમાં વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા આર.ઝા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નિલેશ કુકડીયા, ડી.જે.વસાવા, કેતુલ ઈટાલીયા, સામાજિકવનીકરણના નાયબ વન ઈંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નિશા રાજ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીમાંથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment