July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન પ્રમુખ અને 6 મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03:
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધરમપુર ખાતે નિર્માણ પામેલી 250 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે તા. 4 ઓગસ્ટના રોજ બપોરે 3-30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કરશે. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંગઠનના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી નીમિષા સુથાર સહિત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ અને જિલ્લા તમામ ધારાસભ્યોશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં 7500થી વધુ લોકો ઉમટશે એવો અંદાજ આયોજકો દ્વારા લગાવાઈ રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓને મોડી સાંજ સુધીમાં આખરી ઓપ અપાયો હતો.

Related posts

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

પરિવારથી વિખૂટી પડેલી મહારાષ્‍ટ્રની મહિલાનું વલસાડના સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment