January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

એલ.ડી.ઓ. અને લુબ્રીકેન્‍ટ ઓઈલના વેપારી પાસે રૂા. 1 લાખની માંગણી કરતા એસીબીએ ગોઠવેલ છટકામાં રંગે હાથ ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: રાજ્‍યમાં ભ્રષ્ટાચારનો વ્‍યાપ દિન પ્રતિદિન વધી રહેલી જોવા મળી રહ્યો છે. પરંતુ જાગૃત નાગરિકોને કારણે અનેક ભ્રષ્‍ટ અધિકારી એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો (એસીબી)ના હાથે ઝડપાઈ જતા હોય છે. આવો જ એક કિસ્‍સો નવસારી જિલ્લામાં બનવા પામ્‍યો છે. નવસારીમાં ઓઈલનો વેપાર કરતાં વેપારી પાસે જિલ્લા પુરવઠા અધિકારીએ લાંચની માંગણી કરતા વેપારીએ એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવતા અધિકારીને એસીબીએ રૂા. 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી એલ.ડી.ઓ. (લાઈટ ડિઝલ ઓઈલ) અને લુબ્રીકેન્‍ટ ઓઈલનો વેપાર કરે છે. ગત તા.08-09-2022ના રોજ આરોપી પુરવઠા અધિકારીએ ફરિયાદીની ટાટા આઈસર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતું, તે ગાડી રોકી લાઈસન્‍સ, બીલ વિગેરે કાગળો ચેક કર્યા હતા. જે કાગળો ચેક કર્યા બાદ આરોપીએ ફરીયાદીની આઈસર ગાડીને જવા દીધી હતી. ત્‍યારબાદ આરોપી અધિકારીએફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂા.1,00,000/-ની માંગણી કરી હતી.
એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ છટકુ ગોઠવી નવસારી ગણદેવી રોડ પર આવેલા ઈટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટર પાસે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આરોપી વિશાલ રાજકુમાર યાદવ લાંચના છટકા દરમ્‍યાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 1 લાખ માંગી સ્‍વીકાર સ્‍થળ પર પકડાઈ ગયા હતા. આ કેસમાં ટ્રેપીંગ અધિકારી શ્રી એસ.એસ. ચૌધરી, પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર, તાપી એસીબી પો.સ્‍ટે. તથા સ્‍ટાફ સહિતશ્રી એન.પી. ગોહિલ (મદદનીશ નિયામક), એસીબી સુરતના સુપરવિઝનમાં યોજાયું હતું.

Related posts

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરના બારોલીયામાંઆંગણવાડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

Leave a Comment