Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’અભિયાનને સફળ બનાવવા માટે ગત તા.3જી ઓગસ્‍ટના રોજ દમણના વોર્ડ નં.5 પરકોટા શેરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ડીએમસીના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, ડીએમસી કાઉન્‍સિલર રશ્‍મિબેન હળપતિ, ચંડોક જસવિંદર રંજીત સિંહ, શોહિના રજનીકાંત પટેલ, શ્રી કલ્‍પેશ સીતારામ, શિવ કુમાર સિંહ, શ્રી ધનસુખભાઈ પટેલ, મીનાક્ષીબેન, શ્રી દીપક શર્મા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના વોર્ડ નં.5 પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર ઘર તિરંગા બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. અહીં ઉપસ્‍થિત તમામે એકસાથે ઘરે ઘરે જઈને લોકોને તેમના સુવિચારોથી અવગત કર્યા હતા અને લોકોને વિનંતી કરી હતી કે તમામના ઘરે ઘર ઉપર, બિલ્‍ડીંગ ઉપર અને દુકાનો ઉપર તમામ જગ્‍યાએ તિરંગો ફરકાવવાનો છે અને તિરંગાનેવ્‍યવસ્‍થિત રીતે ફરકાવવો. તિરંગો 45 ડીગ્રી કરતા વધુ ઝૂકેલો હોવો જોઈએ નહીં અને તિરંગો કેવી રીતે ફરકાવવો એ બાબતની લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ આપણા સૌના માટે સમ્‍માની વાત છે, અને દેશભક્‍તિની ભાવના જગાવવાની છે. દેશ આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે. એટલે આ ઐતિહાસિક ક્ષણને જોર શોરથી અને દેશભક્‍તિથી ઉજવીએ. આગામી તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દરેક ઘરે ઘર તિરંગો ફરાવવાનો છે. આ તિરંગો દમણ નગરપાલિકા કચેરીએથી તથા ન.પા. કર્મચારીઓ પાસેથી ફક્‍ત 25 રૂપિયામાં મળી શકશે તેના માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
આ અભિયાનમાં શ્રી ધનસુખભાઈ હળપતિ અને વોર્ડના સભ્‍યો પણ જોડાયામાં હતા.

Related posts

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment