August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલીના ઉમરકૂઈ ગામે આવેલ એક કંપનીમાંથી કંપનીમાં જ કામ કરતા કામદારો 30 બંડલ તારની ચોરી કરી ગયા હતા જે અંગેની ફરિયાદ કિશનસિંહ હુકમસિંહ દહિયા સિસ્‍ટમેટિક ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજરે નોંધાવી હતી.
સેલવાસ પોલીસે આઈપીસી 381, 34 મુજબ ગુનો નોંધી તપાસહાથ ધરી હતી. કંપની દ્વારા નિર્મિત બે લાખના જસ્‍તી તારના 30 બંડલો ચોરી થયા હતા. આ ઘટનામાં પોલીસે કંપનીમાં જ કામ કરતા ઓમકારનાથ પ્રયાગદત્ત ડૂબે (ઉ.વ.50) રહેવાસી સરીગામ, આશિષ સુભાષ ગુપ્તા (ઉ.વ.27) રહેવાસી ભીલાડ જેઓએ જૈનુલ ઉર્ફે નવાબ અય્‍યુબ ખાન (ઉ.વ.29) રહેવાસી બાવીસા ફળીયા જેની સાથે ચોરીને અંજામ આપ્‍યો હતો. ત્રીજા આરોપીને પણ શોધી કાઢી ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી રૂા.1,53,333ની મૂલ્‍યના ચોરી કરવામાં આવેલ જસ્‍તી તારના 23 બંડલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ અંગેની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment