Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

1 કલાકમાં સૌથી વધુ જાતે દોરેલા ફોટો અપલોડ કર્યા : 117 દેશોના 832 સ્‍પર્ધકો વચ્‍ચે સ્‍પર્ધા રહેલી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ઓનલાઈન યોજાયેલા ઈવેન્‍ટમાં રેડ આર્ટ સ્‍કેચ ફોટો એક કલાકમાં વધુમાંવધુ અપલોડ કર્યા હતા તેથી ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ પાર્ટિસિપેશન સર્ટીફિકેટ મેળવી વાપી સહિત વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વાપીના ચિત્રકાર જાગૃતિ કાતરીયાએ જણાવ્‍યું હતું કે, મને ગર્વ છે કે મને ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોડનો પ્રતિષ્‍ઠીત એવોર્ડ મળ્‍યો છે. જાગૃતિ કાતરીયા લાંબા સમયથી ચિત્રકળા સાથે સંકળાયેલા તેમજ અત્‍યાર સુધીમાં અનેક સ્‍પર્ધા અને ડ્રોઈંગ એક્‍ઝિબિશનમાં ભાગ લઈ ચૂક્‍યા છે. આગામી તા.09 થી 15 ઓગસ્‍ટ દરમિયાન રોનાર્ટિકા આર્ટ ડેકોર દ્વારા જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈ ખાતે યોજાનાર છે તેમાં તેમના ચિત્રો પ્રદર્શીત થનાર છે. અથાગ પરિશ્રમ બાદ ફેસબુક ગૃપ ઉપર એક કલાકની અંદર આ તક ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડના સત્તાવાર પ્રયાસ થકી મળી છે તે માટે તેમણે મયંક વ્‍યાસ રાડાર્ટનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

દમણનું નાક ગણાતા છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટર : સ્‍થાનિકો અને પ્રવાસીઓ ત્રાહિમામ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment