October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

પ્રાંત અને એસટી નિયામકને ઉચ્‍ચ રજૂઆત : 15 વર્ષથી પાસ ચાલુ હતા બંધ થતા મામલો ઉગ્ર બન્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: આજરોજ તા. 23/12/2024 ના દિને અગાઉ જે 14/12/2024 ના દિને ધરમપુર ડેપોથી મોરખલ, દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતાં હતા તે બંધ કરી દેતા આશરે 500 કર્મચારીઓને તખલીફ પડતી હોઈ જે ફરિ ચાલુ કરવા માટે ધરમપુર ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. જેનું નિરાકરણ ન આવતા આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર, નિયામક શ્રી વલસાડ, ડેપો મેનેજરશ્રી ધરમપુરને મોટી સંખ્‍યામાં કર્મચારીઓ સાથે ડૉ.બાબા સાહેબ આંબેડકરને હાર-દોરા કરી અને રજૂઆત કરવામાં આવી હતી.
ધરમપુર ખાતેથી આશરે 500 થી વધારે કર્મચારીઓ સેલવાસ ખાતે કંપનીમાં પોતાની નોકરી અર્થે જતા કર્મચારીઓ હાલે ગુજરાત સુધી પાસ ચાલે છે અને ત્‍યાંથી આગળ જવું હોય તો ટિકિટ લઈને જવું એ કેટલું. યોગ્‍ય કારણ કે છેલ્લા 15 વર્ષથી ગુજરાત થી સેલવાસ સુધી પાસ ચાલતા આવેલ છે અને હાલ એ બંધ કરી દેવાતા કર્મચારીઓને માથે વધારાનો ચાર્જ ગુજરાતની હદ પૂરી થાય ત્‍યાંથી સાઈલી સુધીના આવવા જવાના 44 રૂપિયા44 રૂપિયા એટલે મહિનાના 1344 થાય, ગુજરાતની હદ પૂરી થયા બાદ દપાડા સુધી આવવા જવાના 56 રૂપિયા એટલે મહિનાના ટોટલ 1568 રૂપિયા વધારાના ચૂકવવાનો વારો આવતો હોય છે અને જે બાબતે આજે ડેપો મેનેજરને પૂછવામાં આવ્‍યું કે કોઈ પરિપત્ર સરકારનો હોય તો બતાવો. તો એમના દ્વારા જવાબ આપવામાં આવે છે કે અમને ફક્‍ત મૌખિક સૂચના આપવામાં આવી છે એ કેટલા અંશ યોગ્‍ય કહેવાય.
જેથી તાત્‍કાલિક ધરમપુર ડેપોથી મોરખલ, દપાડા સુધી પાસ ન કાઢી આપવામાં આવ્‍યા તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં બસ રોકાણ આંદોલન કરવાની ફરજ પડશે ની રજૂઆત મોટી કર્મચારીઓ સાથે કરવામાં આવી હતી.

Related posts

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

vartmanpravah

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

Leave a Comment