October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામદમણદીવદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપે ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’માં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર તિરંગો ઝંડો ફરકાવ્‍યો હતો. ખેલ મંત્રાલય અને યુવા વિભાગ દ્વારા આરડીસી અને અધ્‍યક્ષ દાનહ સ્‍કાઉટ ગાઈડના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપે ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર દિપક પ્રજાપતિ અને શ્રુતિ મોર્યાંએ તિરંગો ફરકાવ્‍યો હતો. સ્‍કાઉટ ગાઈડના સ્‍વરૂપા શાહ અને રાહુલ શાહના નેતૃત્‍વમાં 37 સભ્‍યોએ ડોકમરડીથી બાઈક પર ‘હર ઘર તિરંગા’ રેલી કાઢી સેલવાસ, સામરવરણી, ડિયર પાર્ક, ખાનવેલ બટરફલાય પાર્ક, પ્રકૃતિ પથ, ઉદવાથી ગંભીરગઢ ઈકો ટુરીઝમ રેન્‍જ, દહાણુ ફોરેસ્‍ટથી 43 કિલોમીટર સુધીનું અંતર કાપી 2252 ફૂટની ઊંચાઈએ ગંભીરગઢના ખતરનાક રસ્‍તાની ચડાઈ કરી પૂર્ણ કર્યું હતું. એની સાથે સ્‍વરૂપા શાહ દ્વારા યોગા, અર્પિતા મિશ્રા અને ટીમ દ્વારા જુમ્‍બા પ્રકૃતિની સાથે ખોજ અને સાંસ્‍કૃતિક મનોરંજનનું પણ આયોજન કર્યું હતું.

Related posts

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

vartmanpravah

સેલવાસના કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશન દ્વારા આયોજીત ‘બ્રેસ્‍ટ કેન્‍સર અવરનેશ’ મેરેથોનમાં 1500થી વધુ લોકોએ લગાવેલી દોડ

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah

Leave a Comment