December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

દમણ વિભાગ કોળી પટેલ સમાજે કારોબારીની પણ કરેલી રચનાઃ 3 ઉપ પ્રમુખો, 3 સંયુક્‍ત સચિવો અને 3 સહ કોષાધ્‍યક્ષો પ્રમુખ, મહામંત્રી અને કોષાધ્‍યક્ષને મદદરૂપ બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.07: દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશે અને ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવાનો કોલ મળેલી બેઠકમાં વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.
દમણ કોળી પટેલ સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠકમાં રાષ્‍ટ્રધ્‍વજને ખરીદી પોતપોતાના ઘરે લહેરાવવા એક સૂર વ્‍યક્‍ત કરાયો હતો.
આજે દમણ કોળી પટેલ સમાજની કારોબારીની પણ રચના કરવામાં આવી હતી. જેમાં અધ્‍યક્ષ ડો. નાનુભાઈ ડી. પટેલ ઉપરાંત ત્રણ ઉપ પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જેમાં (1)ઉમેશ બી. પટેલ (2)શ્રી જીજ્ઞેશ ડી. પટેલ અને (3)રામચંદ્ર એમ. પટેલનો સમાવેશ થાય છે. જ્‍યારે મહામંત્રી પદે શ્રી જયંતિભાઈ એમ. પટેલની નિયુક્‍તિ કરાઈ છે. તેમને 3 સંયુક્‍ત સચિવનો સહયોગ આપવામાં આવ્‍યો છે. જેમાં (1)શ્રી કાંતિભાઈ એમ. પટેલ, (2)શ્રી તનોજ સી. પટેલ અને (3)ઈશ્વરભાઈ બી. પટેલનો સમાવેશ થાય છે.
કોષાધ્‍યક્ષના પદે શ્રી ચીમનભાઈ કે. પટેલ અને 3 સંયુક્‍ત કોષાધ્‍યક્ષોની નિમણૂક કરાઈ છે જેમાં (1)શ્રી રમેશભાઈ બી. પટેલ (2)શ્રી પ્રવિણભાઈ બી. પટેલ અને (3)શ્રી સુભાષભાઈ યુ. પટેલનો સમાવેશ થાય છે. પ્રવક્‍તા તરીકે શ્રી ભરતભાઈ આર. પટેલ અને લીગલ સેલ કો-ઓર્ડિનેટરની જવાબદારી શ્રી ઉદય આર. પટેલને સોંપવામાં આવી છે. જ્‍યારે યુવાકો-ઓર્ડિનેટર પદે શ્રી જયેશ એમ. પટેલ, મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે શ્રી ભૂપેન્‍દ્ર કેશવ પટેલ અને પીઆરઓના પદે શ્રી રમેશભાઈ બી. પટેલ (સોમાભાઈ)ની વરણી કરવામાં આવી છે.
મહિલા કો-ઓર્ડિનેટર તરીકે શ્રીમતી વર્ષાબેન પ્રવિણભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે. જ્‍યારે બારોબારી સભ્‍ય તરીકે (1)શ્રી નાનુભાઈ જી. પટેલ (2)શ્રી ચીમનભાઈ કે. પટેલ (3)શ્રી સંજય નાનુ પટેલ, (4)શ્રી ભૂપેન્‍દ્ર એન. પટેલ (5)શ્રી રાજેશ જી. પટેલ અને (6)દીપેશ એન. પટેલનો સમાવેશ કરાયો છે.

Related posts

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

Leave a Comment