Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય ડોકમર્ડીખાતે રોવર રેંજર સભ્‍ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્‍થિતિમાં ફેલોશિપ સભ્‍ય આનંદ કે.ના નેતૃત્‍વમાં ‘આંતરરાષ્‍ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સેમિનાર યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ આજના યુવાઓમાં શાંતિ માટે જાગરૂકતા લાવવા અને યુવા પેઢીને તેમના કાર્યો પ્રત્‍યે સજાગ કરવાનો હતો કે શાંતિ ક્‍યાં મળે છે અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય છે.
આ પ્રસંગે રોવર રેંજર શ્રી અનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડની સેવા અને કાર્યકલાપોને મેસેન્‍જર ઓફ પીસ સાઈટ પર કઈ રીતે અપલોડ કરીને 100 કલાક સેવા કાર્ય પૂર્ણ થવા પર આંતરરાષ્‍ટ્રીય મુખ્‍યાલયથી રિંગ બેઝની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તેને વિધિવત વિસ્‍તારથી બતાવાયું હતું. સાથે જ ટીમનું કાર્ય સંચાલન અને સમાપનની વિધિ વિસ્‍તારથી રમત દ્વારા દર્શાવાઈ હતી. જેના દ્વારા એ બતાવાયું કે ટીમના નેતૃત્‍વ પર ધ્‍યાન આકર્ષિત કરીને તમે કોઈપણ પ્રોજેક્‍ટ કાલે સફળતાપૂર્વક સંપન્ન કરી શકો છો, જ્‍યારે તમારૂં લક્ષ્ય પાકું હોવું અનિવાર્ય છે નહીંતર તમે સફળ થઈ શકો નહીં.
સેમિનારમાં તમામ ભાગીદારોમાં સેવા ભાવના પ્રત્‍યે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી સાથે જ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈના સક્રિય અને હંમેશા સહયોગી સ્‍કાઉટ ગાઈડ રોવર રેંજર સભ્‍ય શ્રીઅનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા અજય હરિજન, રિયા સિંહ, અર્પિતા યાદવ, અમિતા યાદવ, અંજલી પ્રસાદ, અદિતિ સિંહ, રોશની પ્રસાદ અને હેમાંગી સૂર્યવંશીની 2021-‘22 માટે ઉત્તમ સેવા ભાવના માટે સરાહના કરવામાં આવી હતી.

Related posts

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment