Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

ત્રણ ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.09
વાપી ડુંગરામાં આજે વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરા મુસા રેસીડેન્‍સી પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગી હતી. ગોડાઉનનો દરવાજો ખુલ્લો હતો. આગની જાણ થતા લોકો દોડી આવ્‍યા હતા. વાપી ટાઉન અને જી.આઈ.ડી.સી.ના ત્રણ બંબા ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. ગોડાઉનમાં પુઠાના બોક્ષ અને પેપરનો વેસ્‍ટ ભરેલો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્‍વરૂપ પકડી લીધું હતું. ફાયર બ્રિગેડના લશ્‍કરોએ જહેમત કરીને આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તેમજ આગમાં કોઈ જાનહાની કે હતાહત થઈ નહોતી.

Related posts

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment