(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 12 ડેપ્યુટી કલેક્ટર(હેડક્વાર્ટર) શ્રી મોહિત મિશ્રાની એક અખબારી યાદીમાં દમણની જાહેર જનતાને જણાવાયું છે કે, પ્રશાસન દ્વારા 14મી ઓગસ્ટ, 2022ના રોજ ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ઉપલક્ષમાં એમ્ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તમામને અનુરોધ કરવામાં આવે છે કે, 14 ઓગસ્ટ 2022ની સાંજે 4:45 વાગ્યે એમ્ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં ઉપસ્થિત રહીને આ આયોજનને સફળ બનાવવા સહભાગી બને.