(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: આજરોજ તા.20/10/2023ના દિને સુરત ખાતે વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, અસલમ સાયકલવાળા કોંગેસ સમિતિ સુરત અને મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકોની આગેવાનીમાં વનિતા વિશ્રામથી રેલી આકારે જઈ કલેક્ટર કચેરી સુરત ખાતે ધરણા કરીને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો.
જ્યાં ભાવિ શિક્ષકોને સમર્થન આપવા મારા સાથી મિત્ર અને સોંનગઢ તાલુકા માજી પ્રમુખ યુસુભ ગામીત, સનેટ સભ્ય વીએનએસજીયુ ભાવેશભાઈ રબારી, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, નવસારી પ્રમુખ શૈલેષભાઈ, દર્શનભાઈ, ઉનાઈ સરપંચ મનીષ પટેલ, સરપંચ જીતુભાઈ, યુવક કોંગેસના વિરુ વસાવા સાથી મિત્રો, માંડવીના જિમ્મી ગામીત, એનએસયુઆઈ, યુથ કોંગ્રેસના યુવા મિત્રોઅને મોટી સંખ્યામાં શિક્ષકોને સમર્થનમાં આગેવાનો જોડાયા હતા.
વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું.
જ્યારે સરકારનું ભણશે ગુજરાત બોલશે ગુજરાતનું સૂત્ર હોય અને વિદ્યાર્થી ભણીને બહાર નીકળી નોકરીની માંગ કરશે તો એમને 11 માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારનું આ સૂત્ર અહીં ચરિતાર્થથતું નથી.
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનશે એ હજારો યુવાનો યુવતીઓનું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે.