September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

છીરીથી સંતોષકુમાર પત્‍ની સુનયના દેવી સાથે બિલીમોરા દર્શન કરવા નિકળ્‍યો હતો : બાઈક ખાડામાં પટકાતા ઘાયલ પત્‍ની સારવારમાં ખસેડાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વાપી વલસાડ નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓને લીધે અનેક અકસ્‍માતો સર્જાયા છે તેમજ પાંચ નિર્દોષોએ જીવ ગુમાવ્‍યા છે. તેવો વધુ એક ભોગ હાઈવેના ખાડાઓએ લીધો છે. વાપીથી બિલીમોરા દર્શન કરવા નિકળેલ દંપતિનું બાઈક વલસાડ હાઈવે પર ખાડામાં પટકાતા પત્‍ની બાઈક ઉપરથી નીચે પટકાઈ હતી. 6 દિવસની સારવાર બાદ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પત્‍ની અંતિમ શ્વાસ લીધો હતો.
વાપી છીરી જલારામ નગરમાં રહેતો સંતોષકુમાર રાજદેવ સીંગ ગત 03 ઓગસ્‍ટના રોજ બિલીમોરા મહાદેવના દર્શન માટે પત્‍ની સુનયનાદેવી સાથે બાઈક ઉપર નિકળ્‍યો હતો. વલસાડ હાઈવે મોટી સરણ શિવમ હોટલ સામે સંતોષનું બાઈક અચાનક ખાડામાં પટકાતા પાછળ બેઠેલી પત્‍ની સુનયના નીચે પટકાઈ હતી. માથા અને કાનમાં ગંભીર ઈજા પહોંચતા સ્‍થાનિકોએ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડી હતી. સારવારના છટ્‍ઠા દિવસે સુનયનાએ આઈ.સી.યુ.માં અંતિમ શ્વાસ લીધા. ઘટના અંગે ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Related posts

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

વલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્‍થો ભરેલ ડમ્‍પર ટ્રક ઝડપી : ચાલકની અટક

vartmanpravah

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા. 10 કરોડના વિવિધ વિકાસ કામોનું નાણામંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

Leave a Comment