Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

જીપીસીબી પણ અજાણ!! રંગીન જાદુઈ પાણી કોંણ છોડી રહ્યું છે તેની તપાસની તસ્‍દી શુધ્‍ધા લેવાઈ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી જીઆઈડીસીના અમુક યુનિટો પ્રદૂષિત પાણી બેરોકટોક વરસાદી ગટરોમાં છોડી રહ્યા છે તેવુ આજે બુધવારે થર્ડ ફેઈઝ વિસ્‍તારની બે ગટરોમાં રંગીન પાણી વહી રહ્યું હતું. આ પાપ કોનું છે? કઈ કંપની છે કે જી.પી.સી.બી. કે અન્‍ય કોઈની પણ શેહશરમ દરકાર રાખ્‍યા સિવાય વરસાદી પાણીની ગટરમાં રંગીન લાલ પાણી બિંદાસ્‍ત છોડી રહી છે. તે અંગેની તળીયાઝાટક તપાસ જરૂરી છે.
વાપી થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં આવેલ વેલવિસર ટેક્‍સટાઈન કંપનીની નજીકની ગટરમાં રંગીન પાણી વહી રહ્યાની કંપનીમાં પુચ્‍છા કરતા કંપનીએ જણાવેલુ કે આ પ્રદૂષિત પાણી અમારી કંપનીનું નથી તેમજ અમે જી.પી.સી.બી.માં પત્ર પણ લખ્‍યો છે, ઘટના અંગે જી.પી.સી.બી. પણ અજાણ છે. એટલું જ નહીં પણ જાણ થયા પછી તપાસ કે પગલાં ભરવાની કોઈ તસ્‍દી સાંજ સુધી લેવાઈ નથી. વાપીની અમુક કંપનીઓ ચોમાસાની તક લઈ પ્રદૂષિત પાણી છોડે છે. પરિણામે આખી વસાહત પ્રદુષણ મામલે બદનામ થઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

Leave a Comment