January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના પીપલગભાણ ગામના ભુથાડ ફળીયા વિસ્‍તારમાં સાંજે પાંચેક વાગ્‍યાના અરસામાં જ દીપડો નજરે પડતા આ અંગેની જાણ સરપંચ દ્વારા કરાતા આરએફઓ આકાશભાઈની સુચનાથી તાત્‍કાલિક આ ભુથાડ ફળિયામાં વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવી દેવામાં આવ્‍યું હતું. પીપલગભાણ ગામ સાદકપોરને અડીને જ આવેલ છે. અને સાદકપોરમાં દીપડાના એક જ રાતમાં માનવ અને પશુ પરના ઉપરાછાપરી હુમલા બાદ વન વિભાગ દ્વારા તાબડતોડ દાદરા ફળીયા, ચાડીયા, ગોલવાડ સહિતના વિસ્‍તારમાં પાંચેક જેટલા પાંજરા ગોઠવી મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી. વધુમાં દાદરા ફળિયામાં દીપડાની હિલચાલ પર નજર રાખવા કેમેરા પણ ગોઠવાયા છે પરંતુ કેમેરામાં દીપડાની કોઈ હિલચાલ જોવા મળી નથી અને બીજા વિસ્‍તારમાં દીપડો નજરે પડી રહ્યો છે ત્‍યારે હાલે નવરાત્રી પણ હોયરાત્રિ દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂરિયાત ઊભી થવા પામી છે.
પીપલગભાણ ગામે દિપડો નજરે પડતા સાદકપોરમાં ગોઠવાયેલા પાંચ પૈકી એક પાંજરાને પીપલગભાણમાં ગોઠવવામાં આવ્‍યું હતું. ત્‍યારે વનવિભાગ પાસે પાંજરાની પણ અછત સર્જાઈ તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે.
સાદકપોરના સરપંચ સંજયભાઈના જણાવ્‍યાનુસાર અમારા પાડોશના પીપલગભાણ ગામમાં દીપડાની અવર જવર સાથે ગતરાત્રે સાદકપોરના બામણિયા ફળીયા અને ખેરગામ રોડ પર માંહ્યાવંશી મહોલ્લામાં સ્‍થાનિકોને દીપડો જોવા મળ્‍યો હતો. ગામા એક કરતાં વધુ દીપડા હોય તેમ લાગે છે. ત્‍યારે દીપડા ઝડપથી પાંજરે પુરાઈ તે માટે અમે વન વિભાગ સાથે સતત સંકલન રાખી રહ્યા છે. અને લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. ગામમાં હટવાળા પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

vartmanpravah

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment