Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દાનહમાં આજે અલગ અલગ પ્રકારના સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું. હતું. દેશની આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાનના કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહ દ્વારા દરેક શાળાઓમા રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રંગોળી પ્રદર્શન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા કક્ષાએ ખાનવેલ, દૂધની જેટી, દાદરા પંચાયત ઘર, ઓરીયન ઇમ્‍પિરિયા મોલ નરોલી અને લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા સહિત સાર્વજનિક સ્‍થાનો પર કરવામાં આવ્‍યું હતું. સાથે શાળાઓમાં પ્રશ્નોતરીપ્રતિસ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારક ખાતે આવી હતી જ્‍યાં સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં આ રેલી પરત ટોકરખાડા શાળા પર પહોંચી હતી.
આ રંગોળી પ્રદર્શનમાં આપણાં પ્રદેશની જનતા અને વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્‍સાહની સાથે ભાગ લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

Related posts

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

વિજ્ઞાન પ્રોજેક્‍ટ પ્રદર્શનમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારી દમણની સાર્વજનિક શાળા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment