September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

  • આજે ‘ઈન્‍ડિયા ડે’ નિમિત્તે મોટી દમણ અને સેલવાસમાં માનવ મહેરામણ ઉમટશે

  • સમગ્ર પ્રદેશમાં પેદા થયેલા હકારાત્‍મક અને વિકાસલક્ષી વાતાવરણના કારણે દેશના જુદા જુદા રાજ્‍યોમાંથી રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોથી માંડી છેવાડેની ઝૂંપડીમાં રહેતાઆદિવાસી પરિવારમાં પણ ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે બદલાઈ રહેલા પ્રદેશ સાથે તાલથી તાલ મેળવવા પ્રશાસનને સહયોગ આપવાની શરૂ થયેલી સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ તા.12: સમગ્ર દેશની સાથે આવતી કાલથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઘર ઘર તિરંગા અભિયાનનો આરંભ થઈ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ કરી નવા ભારત સાથે મેળવેલા કદમથી કદમના કારણે પ્રદેશના લોકોની વૈચારિક શક્‍તિમાં પણ પરિવર્તન આવ્‍યું છે અને સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલી જાગૃતિ અને લોકો સાથે કરેલા સીધા સંવાદના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઘર ઘર તિરંગા અભિયાને લોક આંદોલનનું સ્‍વરૂપ પકડયું છે. આજથી જ લગભગ મોટાભાગના ઘરો ઉપર તિરંગો લહેરાવવાની શરૂઆત પણ થઈ ચુકી છે.
આવતી કાલે મોટી દમણના રામસેતૂ બીચના જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સેલવાસ ખાતે શહિદ ચોકથી રિવરફ્રન્‍ટ સુધી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ નિમિત્તે પોતપોતાના પ્રદેશની વેશભૂષા અને વિવિધ સમાજના પરંપરાગત પરિધાન સાથે હજારો લોકો આનંદ અને ઉત્‍સાહથી ઉમટવાના હોવાના સંકેત મળી રહ્યા છે.સમગ્ર પ્રદેશમાં પેદા થયેલા હકારાત્‍મક અને વિકાસલક્ષી વાતાવરણના કારણે જુદા જુદા રાજ્‍યોમાંથી રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોથી માંડી છેવાડેની ઝૂંપડીમાં રહેતા આદિવાસી પરિવારમાં પણ ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે બદલાઈ રહેલા પ્રદેશ સાથે તાલથી તાલ મેળવવા સંઘપ્રદેશ પ્રશાસનને સહયોગ આપવાની સ્‍પર્ધા પણ શરૂ થઈ છે. જેના કારણે લોકોમાં આગવો જુસ્‍સો અને ઉમંગ પણ દેખાઈ રહ્યો છે.
સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવના જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને કાઉન્‍સિલરો તથા સર્વ સમાજના પ્રતિનિધિઓએ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ને ચિરંજીવ અને યાદગાર બનાવવા માટે પણ પોતાના શ્રેષ્‍ઠ પ્રયાસો કર્યા છે. જેના કારણે આવતી કાલે મોટી દમણ અને સેલવાસમાં માનવ મહેરામણ ઉમટશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને રખોલી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ગેરકાયદેસરના બાંધકામોનું કરેલું ડિમોલિશન

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment