(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલી જિલ્લા કલેક્ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેરો પર કરવામાં આવેલા ગેરકાયદેસરના બાંધકામોને આજે હટાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રખોલી ગ્રામપંચાયત સહિતના અન્ય વિસ્તારમાં પણ સરકારી જમીન, નહેર, કોતર કે કુદરતી પાણીના વહેણની જગ્યા ઉપર ગેરકાયદે તાણી બાંધેલા બાંધકામો પર બૂલડોઝર ફેરવી ડિમોલીશન કરવામાં આવ્યું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી દાનહ સહિત દમણ અને દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ ગેરકાયદે તાણી બાંધેલા બાંધકામોનું ડિમોલીશન કરી કરોડો રૂપિયાની જમીન ખાલી કરવામાં પ્રશાસને સફળતા મેળવી છે.