August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
ગત તા.15-08-2022 ના રોજ સ્‍વતંત્ર દિવસ નિમિત્તે વાપી સિવિલ કોર્ટના પ્રાંગણમાં સવારે 9:30 કલાકે ધ્‍વજ વંદન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આપણે દેશઆઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમીતે સમગ્ર દેશ ‘‘આઝાદી નો અમૃત મહોત્‍સવ” ઉજવી રહ્યો છે. તે નિમિત્તે વાપી કોર્ટના માનનીય એડીશનલ ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જડજશ્રી મોદી, પ્રિન્‍સીપલ સિવિલ જડજ શ્રી બાજપાઈ તેમજ અન્‍ય જડજ, વાપી બાર એસોસિએશનના પ્રમુખ તથા સીનીયર એડવોકેટ શૈલેષ એન. મહેતા, ઉપ પ્રમુખ એડવોકેટ સતીષ પટેલ, સેક્રેટરી અલ્‍પેશ પટેલ તથા અન્‍ય વાપી બાર એસોસિએશનના સીનીયર તેમજ જૂનિયર એડવોકેટોની ઉપસ્‍થિતિમાં ધ્‍વજ વંદનનો કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવેલ હતો. વધુમાં તા.10-08-2022 ના રોજ પણ વાપી બાર એસોસિએશન દ્વારા ત્રિરંગા યાત્રાની બાઈક રેલી કાઢવામાં આવી હતી. અને ભારત દેશને સંગઠીત કરતા તથા રાષ્‍ટ્ર પ્રેમ પ્રદર્શીત કરતા આવા કાર્યક્રમ વાપી બાર એસોસિએશનના સક્રીય પ્રમુખ તથા સીનીયર એડવોકેટ શૈલેષ એન. મહેતાના નેજા હેઠળ તથા તેમની સમગ્ર ટીમે આયોજીત કરેલ હતા.

Related posts

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment