Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

• પ્રાકૃતિક ખેતી માટે સરકાર પણ કટિબધ્ધિ છે અને એ માટે સરકારે ખેડૂતો માટે આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની રચના કરી છે- મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

• પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી માટે બજેટમાં ટોકનરૂપે રૂા. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી – મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: પ્રાકૃતિક ખેતી માટે સરકાર કટિબધ્ધ છે એટલે જ પ્રાકૃતિક-વ- સેન્દ્રિ ય કૃષિ યુનિવર્સિટીની આણંદ ખાતે સ્થાયપના કરી છે. રાજય સરકારે બજેટમાં આ યુનિવર્સિટી માટે ટોકનરૂપે રૂા. ૧૦૦ કરોડની ફાળવણી કરી છે. એમ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સજ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ઉમરગામ તાલુકાના દહેરીના પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પાયાના કૃષિકાર ભાસ્કસર સાવેની જન્મપ શતાબ્દીસ નિમિત્તે યોજાયેલ ખેડૂતોની વિચાર ગોષ્ઠિાના કાર્યક્રમના અધ્યેક્ષસ્થા નેથી જણાવી હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રજભાઇ મોદીએ તા. ૧૬ મી ડિસેમ્બ્ર, ૨૦૨૧ ના રોજ આણંદની અમૂલ ડેરી ખાતેથી જણાવ્યુંી હતું કે, કૃષિને રસાયણોની પ્રયોગશાળમાંથી બહાર કાઢી કુદરતની પ્રયોગશાળમાં લઇ જઇએ. ૨૧ મી સદીનો કાયાકલ્પિ કુદરતી ખેતીથી થશે. આપણે એ ભ્રમમાંથી નીકળીએ કે, કૃષિ રસાયણો વિના પાક ઉગશે નહિં. આપણું વિજ્ઞાન સંશોધનપત્રો અને સિધ્ધાંશતો સુધી સીમિત ન રહેવું જોઇએ અને દેશની તમામ રાજય સરકારોને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવા અપીલ કરી હતી એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્યું હતું. રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેતલર તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના ર્ડા. સી. કે. ટીમ્બવડીયાની સરકારે નિયુકિત કરી છે. ખેડૂતોની આવી વિચાર ગોષ્ઠિતના આયોજનો વધુમાં વધુ થાય અને અનુભવી ખેડૂતો પાસેથી ઉપલબ્ધમ જ્ઞાનનો વધુમાં વધુ ઉપયોગ કરીને તે દ્વારા યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જરૂરી પધ્ધઅતિ ખેડૂતો સમક્ષ સ્વીુકૃત થાય જેથી તેનો ખેડૂતોને આર્થિક લાભ થઇ શકે એમ જણાવ્યુંૃ હતું.
રાસાયણિક ખાતરોના બેફામ અને આડેધડ ઉપયોગથી જમીનની ઉર્વરાશકિત ઘટી જવાને લીધે ખેત ઉત્પાશદન ઘટી જતા કલાઇમેન્ટખ ચેન્જઅનો અનુભવ કરી રહયા હોય એ સંજોગોમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સી. કે. ટીમ્બતડીયા તથા સંશોધન નિયામક ર્ડા. મેવાડા દ્વારા આ વિચાર ગોષ્ઠિહનું આયોજન કરાયું હતું. ર્ડા ટીમ્બુડીયાના જણાવ્યા્ મુજબ ખેતી કરતા ખેડૂતોના ખેતર તથા રસાયણિક ખેતી કરતા ખેડૂતોની જમીન ચકાસણી તથા અન્ય પેરામીર્ટસનો અભ્યાસસ કરી જરૂરી ડેટા ઉપલબ્ધન કરવાનો હોય કે જેથી ગાય આધારિત ખેતી હોય કે આર્ગેનિક ખેતી, વર્મી કમ્પોોઝ યા પ્રાકૃતિક ખેતી હોય તેથી ખેડૂતોને સાચી જાણકારી મળી રહે અને ખેડૂતો ગેરમાર્ગે જતા અટકશે અને તેમની આવકમાં વધારો થશે.આ વિચાર ગોષ્ઠિ માં ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. વિવિધ પ્રકારની ખેતી કરનાર એક મંચ ઉપર ભેગા થઇ હાલમાં જ રચના કરાયેલ યુનિવિર્સિટીના કુલપતિએ આ બાબતે આગળ વધવા માટે જરૂરી તમામ સહકારની ખાતરી આપી હતી.
જિલ્લાના પ્રાકૃતિક ખેતીના પાયાના કૃષિકાર સ્વ . શ્રી ભાસ્કહર સાવેએ તા. ૧૯૫૦ થી તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમના સફળ પ્રયોગોના વીસ વર્ષ પછી ૧૯૮૭ માં દૂરદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતી પર બે ફિલ્મો૦ બનાવવામાં આવી હતી. તેઓ પ્રકૃતિના નિયમો પાસેથી શીખીને ખેતી કરતા. તેઓ ૯૩ વર્ષની ઉંમરે વર્ષ ૨૦૧૫ માં અવસાન પામ્યાક હતા. તેમનો આજીવન સંદેશો હતો કે પ્રકૃતિના નિયમોનું પાલન કરી ખેતી કરો. પ્રકૃતિ ઉત્તમ વિજ્ઞાની છે. કૃષિ રસાયણો ઝેર સમાન છે તેને વાપરવાનું બંધ કરો બને ત્યાં્ સુધી જમીનની ખેડ ન કરો , ઢાંકેલી રાખો જેથી જમીનમાંના કરોડાો સૂક્ષ્મજીવો તેની ફળદ્રુપતા વધારશે, જમીનમાં ભરપૂર ભેજ સચવાશે, જમીનનું ધોવાણ નહીં થાય, મહામૂલું વરસાદી પાણી વેડફાશે નહિં. ખેડૂતના સાચા મિત્ર અળસિયાને દિવસ- રાત કામ કરવાની તક મળશે. વાડી પરના ફુંદા-પંતગિયા, મધમાખી અને અન્યિ જીવો પાક સંરક્ષણનું કામ કરશે જેથી ખેતી ખર્ચ ઘટશે ઉત્પાતદન વધશે.
આ કાર્યક્રમમાં જિલ્લા્ના અને જિલ્લાન બહારથી આવેલા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો અને દહેરી ગામના ગ્રામ્યાજનો ઉપસ્થિયત રહયા હતા. -0000-

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

દાનહઃ ફરી એક વખત રખોલી દમણગંગા નદીના પુલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

Leave a Comment