December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થતાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો. જે અંતર્ગત વલસાડના તિથલ રોડ પર આવેલી રીના પાર્ક સોસાયટીના રહીશોએ 75 વર્ષ પૂરા કરનારા સોસાયટીના 9 સદસ્યનું પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડી જાહેર સન્માન કર્યું હતું.
છેલ્લા 39 વર્ષથી રીનાપાર્ક સોસાયટીના રહીશો પરંપરાગત જાહેર તહેવારો અને ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે. આ વર્ષે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી સોસાયટીના તમામ રહીશોએ દેશપ્રેમની ભાવના સાથે પોતાના ઘરે બાલ્કનીમાં, ટેરેસ પર અને સોસાયટીના પરિસરમાં ઠેર ઠેર તિરંગો લહેરાવી પ્રધાનમંત્રીની જાહેર અપીલને ચરિતાર્થ કરી હતી. 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ધો.12 બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવનાર સોસાયટીની દીકરી મિરાત સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ નાના નાના ભૂલકાઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં સ્વાતંત્ર્ય વીરોની યશગાથા વર્ણવી હતી. 75 વર્ષીય વડીલો અને માતાઓનું આજના ખાસ પ્રસંગે સોસાયટી પ્રમુખ સંજય નાયક અને હોદ્દેદારોના હસ્તે બહુમાન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સ્વાતંત્ર્યપર્વના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો.3 અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતા અને સરહદના સિપાઈની ભૂમિકા અદા કરતા ચરિત પટેલે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના પ્રમુખ સહિત તમામ હોદેદારો, નાના ભૂલકાઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
-૦૦૦-

Related posts

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગ સાથે ક્‍વોરી એસોસિએશનની કોર કમિટિની યોજાયેલ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા ચીખલી સહિત રાજ્‍યના ક્‍વોરી ઉદ્યોગોની હડતાળ યથાવત્‌

vartmanpravah

Leave a Comment