Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ વલસાડ તાલુકાના કકવાડી ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડીટેશન રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે.
ગત ઓગસ્ટ માસ દરમિયાન દિલ્હીથી ટીમ વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ તાલુકાના કકવાડી ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ૧૨ સર્વિસ પેકેજ જેવા કે સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૧ વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે દર્દીઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. ચકાસણી કર્યા બાદ કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ૮૪ ટકા માર્ક સાથે એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિત તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા.

Related posts

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

Leave a Comment