September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર વલસાડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલ ૨૦૨૨ માં આદિવાસી પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, મેળો અને જંગલ ટ્રેકિંગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તા.૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં વલસાડના જાદુગર ધીમંત મસરાણી (ડી.લાલ)એ ખાલી ફ્રેમમાંથી મહાત્મા ગાંધીજીના દર્શન, હવામાંથી તિરંગી પટ્ટીનો વરસાદ, ત્રિરંગી ફૂલો અને સૂતરની આંટી દ્વારા રાષ્ટ્રપ્રેમના અનેક મનમોહક કાર્યક્રમ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમમાં રેણુકાબેન, મનહરભાઇએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. બિપીનભાઇ અને સાગર રાજ તબલા-હારમોનીયમથી મધુર સંગીત પીરસ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ શાહે કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

vartmanpravah

Leave a Comment