January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

કૈલાસ રોડ સ્‍થિત પોતાના ઘરે શાકભાજી માર્કેટમાં ખરીદી કરી એક જ પરિવાર રિક્ષામાં જતો હતો ત્‍યારે સર્જાયેલ અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના છીપવાડ અંડરપાસ નજીક આજે ગુરૂવારે સવારે રિક્ષા પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ચાર મુસાફરો અને ચાલકને નાની મોટી ઈજા થઈ હતી. તમામ ઘાયલને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વલસાડ કૈલાસનગર વિસ્‍તારમાં રહેતો પરિવાર શાકભાજી માર્કેટમાં ગુરૂવાર સવારે ખરીદી માટે આવ્‍યો હતો. ખરીદી બાદ ઘરે જવા માટે રિક્ષા નં.જીજે 15 ટીડી 2536માં સવાર થઈને જઈ રહ્યા હતા ત્‍યારે છીપવાડ અંડરપાસ નજીક રિક્ષાની બ્રેક ફેઈલ થતા રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં એક જ પરિવારનાચાર સભ્‍યો અને ચાલક ઘાયલ થયા હતા. તમામને નજીકની કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સદ્દનસિબે મોટી દુર્ઘટના ટળી હતી.

Related posts

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા ઘોઘલા સીએચસી ખાતે ડેન્‍ગ્‍યુ રોકથામ અંગે કર્મચારીઓ સાથે બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment