Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

કાચ તોડવા નાના રબરની ગિલોલ અને પારાની તરકીબનો ઉપયોગ: શંકાસ્‍પદ પરપ્રાતીયવ્‍યક્‍તિ ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21
છેલ્લા ઘણા સમયથી સમયાંતરે પારડી તાલુકા વિસ્‍તારમાં કારના દરવાજાના કાચ તોડી કારમાં રાખેલ બેગ તથા કિંમતી ચીજ વસ્‍તુઓની ઉઠાંતરી થતી હોવાના કિસ્‍સા બની રહ્યા છે.
આજરોજ પારડીમાં પણ સતત ભરચક રહેતા ચાર રસ્‍તા પાસે આવેલ સેન્‍ટર પોઈંટ પાસે એવો જ કાર તોડવાનો કિસ્‍સો બનવા પામ્‍યો હતો પરંતુ ભારે ભીડ અને લોકોની સતત અવરજવરને લઈ ઉઠાવગીર કારનો કાચ તોડવામાં તો સફળ રહ્યો હતો પરંતુ કારની અંદર રાખેલ બેગ ઉઠાવવામાં સફળ રહ્યો ન હતો.
પારડી સેન્‍ટર પોઈંટ ખાતે ઓફીસ ધરાવતા બિલ્‍ડર જીજ્ઞેશભાઈ પોતાની કાર નંબર ઞ્‍થ્‍ 15 ઘ્‍જ્‍ 4567 સેન્‍ટર પોઈંટ પાસે રોડની બાજુમાં મૂકી પોતાની ઓફિસમાં ગયા હતા. આ દરમ્‍યાન એક પરપ્રાંતિય ઉઠાવગીરે કારમાં બેગ જોતા નાના રબરની ગિલોલ બનાવી પારા વડે કારનો પાછળના દરવાજાનો કાચ તોડી કારમાં રાખેલ બેગ ઉઠાંતરીનો નિષ્‍ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત લોકોના અવરજવર થી ભરચક રહેતા વિસ્‍તારને લઈ બેગ ઉઠાવવામાં સફળ ન રહેતા આ પરપ્રાંતિય બજાર તરફ ચાલી ચાલી ગયો હતો.
બનાવની જાણ જીજ્ઞેશભાઈને થતા અને કાચ તોડી બજાર તરફ જતા રહેલ આ પરપ્રાંતિય નેનજરે જોનાર વ્‍યક્‍તિ ને સાથે લઈ બજારમાંથી તેને પકડીને પારડી પોલીસ ના હવાલે કર્યો હતો. પરંતુ અહીંની ભાષા બોલી સમજી ન શકતા હોય પારડી પોલીસે આ પરપ્રાંતિની ભાષા સમજનારને બોલાવી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

vartmanpravah

Leave a Comment