October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્‍તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21
ચીખલીના સમરોલી હાઈવે ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસે ચીખલી-બીલીમોરા માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અને મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્‍યા હતા. વધુ ચાર રસ્‍તા સાથે ટ્રાફિક જંકશન હોવાથી ખાડાઓના સામ્રાજ્‍યને પગલે અવાર નવાર ટ્રાફિક જામની સમસ્‍યા સર્જાતી હતી. જોકે માર્ગ મકાન કે હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓ પુરવા કોઈ જ તસ્‍દી ન લેવાતા દિવસે-દિવસે માર્ગનીહાલત વધુને વધુ બદતર થઈ રહી હતી.
તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન થતાં સમરોલીની સેવાભાવી સંસ્‍થા આર્ય ગ્રુપના કલ્‍પેશભાઈ, નિકુંજભાઈ સહિતના આગેવાનો આગળ આવી જીએસબી સહિતનો માલ સામાન મંગાવી ખાડાઓ પુરી માર્ગની મરામત કરતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી.ખાડાઓ પુરાતા હાઇવે ઓવરબ્રિજ ચાર રસ્‍તા પાસે ટ્રાફિક જામની સમસ્‍યાના નિવારણ સાથે વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી.

Related posts

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

vartmanpravah

ચીખલી ક્‍વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્‍ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્‍યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

Leave a Comment