October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પ્રમુખ ગ્રીન્‍સ ચલા : અનાવિલ સ્‍નેહ સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: અનાવિલ સમાજ અને ભાવિ પેઢીમાં આપણી સંસ્‍કળતિનો વારસો જળવાઈ રહે એ હેતુથી પ્રમુખ ગ્રીન્‍સ ચલા ખાતેના અનાવિલ પરિવારો દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સંમેલનમાં સિનિયર સિટીઝનોનું સાલ ઓઢાડી સન્‍માન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. નાના બાળકો તથા મહિલાઓએ આ પ્રોગ્રામમાં સાંસ્‍કળતિક કાર્યક્રમો કરી પ્રોગ્રામની શોભા વધારી હતી. પ્રમુખ ગ્રીન્‍સ ચલાના અનાવિલ સમાજના મંડળની રચના કરવામાં આવી હતી. જેમાંમંડળના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ દેસાઈ, સેક્રેટરી તરીકે શ્રી ભાર્ગવભાઈ દેસાઈ તથા ખજાનજી તરીકે શ્રી ઉપેન્‍દ્રભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને પ્રોત્‍સાહિત ઈનામો આપવામાં આવ્‍યા હતા. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન શ્રી નિમેષભાઈ નાયકએ કર્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં પ્રમુખ ગ્રીન્‍સના તમામ અનાવિલ પરિવારોએ સાથ સહકાર આપ્‍યો હતો.

Related posts

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવા ક્રેશ કોર્સનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

vartmanpravah

પારનેરા હાઈવે ઉપર લડતા ઢોર બાઈકને ભટકાતા નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ફરી વળતા દર્દનાક મોત

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

Leave a Comment