Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

વાપી, ગુંદલાવમાં બંધ કંપનીઓની કથિત હિલચાલો તેમજ ફાર્મા ડેટાઓની તપાસ : ઉમરગામ, સરીગામમાં પણ તપાસ ચાલુ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.21
તાજેતરમાં વડોદરા ખાતે બંધ રહેલ કંપનીમાં વિપુલ પ્રમાણમાં એમ.ડી. ડ્રગનો જથ્‍થો પકડાયા બાદ વલસાડ જિલ્લા પોલીસ પણ એકશન મોડ પર આવી ગઈ છે. વાપી અને ગુંદલાવમાં આવેલ બંધ ફાર્મા કંપનીઓની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વડોદરા અને મુંબઈમાં એમ.ડી. ડ્રગનો મોટો જથ્‍થો ઝડપાયો હતો. જેના તાર ક્‍યાં ક્‍યાં જોડાયેલા તેની ચાંપતી તપાસ એન.જી.ટી. સહિતની એજન્‍સીઓએ હાથ ધરી છે તે અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ એકશન મોડ ઉપર આવી ગઈ છે. છેલ્લા બે દિવસથી વાપી અને ગુંદલાવ વસાહતમાં આવેલી બંધ ફાર્મા કંપનીઓની તલાસી હાથ ધરી છે. કંપનીઓના ફાર્મા ડેટા, કથિત હિલચાલ સહિત પડોશી કંપનીઓ પાસેથી પોલીસ વિગતો મેળવી રહી છે. વાપી જીઆઈડીસીમાં ભૂતકાળમાં પણ ડ્રગ બનાવવાના મામલા નોંધાયેલા છે. તેમજ વલસાડ જિલ્લામાં ફાર્મા-ડ્રગ, કેમીકલના ઉદ્યોગો વિશેષ પ્રમાણમાં હોઈ પોલીસે તેની ગંભીરતાને ધ્‍યાને લઈ બંધ કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. જાણવા મળ્‍યા મુજબ આજે રવિવારે સરીગામ, ઉમરગામ વસાહતોની બંધ ફાર્મા, ડ્રગ કંપનીઓમાં સર્ચ ઓપરેશન જારી કરાઈ રહ્યું છે. પોલીસ બંધ કંપનીઓમાં કોણ કોણ અવર જવર કરી રહેલ છે તેની પણ ઝીણવટભરીતપાસ કરી રહી છે. કોઈ શંકાસ્‍પદ હિલચાલો તો નથી ચાલી રહી ને તેની વિગતો પોલીસ એકઠી કરી રહી છે.
——-

Related posts

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment