Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

શનિવારે શિવ કથાને અપાયેલો વિરામઃ મહાપ્રસાદનો સેંકડો ભાવિક ભક્‍તોએ લીધેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે ભીમ તળાવની તળેટી ઉપર દૂધી માતાના મંદિર પટાંગણમાં આયોજીત વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસની શિવ કથાને શનિવારે વિરામ અપાયો હતો. આ પ્રસંગે દૂધી માતા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિક ભક્‍તો જોડાયા હતા.
વિશ્વ પ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસે શિવ કથા દરમિયાન પોતાના વહેતા અસ્‍ખલિત વાણી પ્રવાહમાં સ્‍વર્ગ અને નરકની વ્‍યાખ્‍યા સમજાવી હતી. તેમણે કોઈની પણ નિંદા નહીં કરવા ઉપસ્‍થિત માનવ મહેરામણને રસાળ શૈલીમાં સમજણ આપી હતી. શિવ કથા દરમિયાન સમગ્ર મગરવાડા સહિત મોટી દમણનો વિસ્‍તાર શિવમયબની ચુક્‍યો હતો.
આ સમગ્ર વિરાટ કાર્યને સફળ બનાવવામાં દૂધી માતા પરિવારના વડીલ શ્રી દલુભાઈ, શ્રી રમણભાઈ, શ્રી ખંડુભાઈ, શ્રી હર્ષદભાઈ, શ્રી ભુપેનભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી પ્રવિણભાઈ, શ્રી ઠાકોરભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી દિવ્‍યેશભાઈ તથા ગૃપ અને ગામના દરેક યુવાનોએ સાથ અને સહકાર આપ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગરવાડાના નવયુવાન અને વ્‍યવસાયે શિક્ષક એવા શ્રી કમલેશભાઈ પટેલે ખુબ જ સુંદર અને રોચક રીતે કર્યું હતું.
આ કાર્યને સફળ બનાવવામાં મગરવાડા વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ગોદાવરીબેન અને તેમના પતિ શ્રી શીતલભાઈ પટેલની પણ વિશેષ ભૂમિકા રહી હતી.

Related posts

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

vartmanpravah

Leave a Comment