September 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે મળેલ ખાનગી બાતમીના આધારે તાલુકાના નોગામાં ધોડીયાવાડ ખાતે છાપો મારતા ઘટના સ્‍થળ ઉપરથી એક બિનવારસી હાલતમાં ઈનોવા કાર નં.જીજે-19-એમ-6815 જોવા મળતા ઉભી રાખી તપાસ કરતાં કારમાંથી વગર પાસ પરમિટ વિનાનો ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-486 જેની કિં.રૂ.86,400/- નો જથ્‍થો મળી આવતા તેની સાથે ઇનોવા કારની કિં.રૂ.4 લાખ મળી કુલ્લે રૂ.4,86,400/- નો મુદ્દામાલ કબ્‍જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્‍ત દારૂનો જથ્‍થો કાર્તિંગ કરવાના હેતુથી કારમાં ભરીને રાખ્‍યો હતો. ગુનામાં પોલીસે જીગર ઉર્ફે કાલુ લાલજીભાઈ ધોડિયા પટેલ અને વિનોદ લાલજીભાઈ પટેલ (બંને રહે – નોગામા ધોડીયાવાડ ફળીયા તા.ચીખલી, જી.નવસારી) ને વોન્‍ટેડ જાહેર કરી ગુનાની વધુ તપાસ હેડ કોસ્‍ટેબલ નિમેષભાઈ ધનસુખભાઈ કરી રહ્યા છે.

Related posts

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

Leave a Comment