June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કલેક્‍ટર ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં  સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા હેતુ યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સકારની ‘અગ્નિપથ’ યોજના બાબતે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં અને દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખની ઉપસ્‍થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિ.પં. સભ્‍યો અને સેલવાસ ન.પા.પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, તથા નગરપાલિકાના સભ્‍યો, ચૂંટાયેલા જન પ્રતિધિનિઓ અને અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠકમાં ‘અગ્નિપથ’ યોજના એ ભારતીય સેના, નેવી, એરફોર્સની ત્રણેય પાંખોમાં અનુક્રમે જવાનો,એરમેન અને ખલાસીઓની જગ્‍યાઓ પર ભરતી માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા લાવવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
દાદરા અને નગર હવેલીના યુવાનો જેમની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષની છે તેઓ અગ્નિપથ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે. જિલ્લા પ્રશાસને આગામી તા.25 અને 29 ઓગસ્‍ટ, 2022ના રોજ દાદરા અને નગર હવેલીની દરેક પંચાયતોમાં અને 26 અને 28 ઓગસ્‍ટના રોજ દરેક વોર્ડમાં આ યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Related posts

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

દીવના નાગવા સ્‍થિત કલેક્‍ટર નિવાસ પાસેના મુખ્‍ય રોડ ઉપર મોપેડમાં આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

Leave a Comment