October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

ઘરની છત સહિત જીવન જરૂરી તમામ ચીજવસ્‍તુઓ બળીને ખાખ થઈ જતા ભર ચોમાસે પરિવાર રોડ પર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી તાલુકાના સોનવાડા ગામે ભગત ફળીયામાં રહેતા ચંપકભાઈ ભગુભાઈ પટેલ ગત રોજ કંપનીમાં નોકરી પર ગયા હતા અને તેમનો પુત્ર અને પત્‍ની પણ હોસ્‍પિટલમાં ગયા હતા. આ દરમિયાન આશરે સાંજે છ વાગ્‍યે તેમનાં કાચા મકાનમાં કોઈક કારણસર આગ લાગી હતી. આગનો ધુમાડો બાજુમાં રહેતી મહિલાએ જોતાં તેણે ફળિયામાં જાણ કરતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ દોડી જઈ પાણીનો મારો શરુ કર્યો હતો પરંતુ આગ એટલી હદે વિકરાળ હતી કે ઘરના પલંગ, ખુરશી, ત્રિપાઈ, ટીવી, ગાદલા, અનાજ કઠોળ, અને પશુઓ માટે રાખેલું ઘાસ સહિતનો તમામ જીવનજરૂરી સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્‍યો હતો. વધુમાં ઘરની છતના નળિયાં પણ તૂટી પડયા હોય આગને લઈ ચોમાસાની સીઝનમાં પરિવાર રોડ પરઆવી ગયો છે. બનાવની જાણ ગામના સરપંચ સુનિતાબેન ચંદ્રકાંતભાઈ તલાટી માર્ગીબેન અને પારડી જીઈબીના દિપકભાઈ નાયકને થતા તમામ ઘટના સ્‍થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
પરંતુ હાલમાં આ પરિવારની સ્‍થિતિ ખુબજ દયનિય હોય ઘરની સાથે જીવનજરૂરી સરસામાન પણ બળી જતા ખાવાના સાથે રહેવાના પણ ફાંફા પડી જતા કફોડી સ્‍થિતિમાં મુકાયેલા પરિવારે જવાબદાર તંત્ર પાસે મદદની માંગ કરી છે. પરિસ્‍થિતિ સમજી તંત્ર પણ મદદે આવે તે ખૂબ જ જરૂરી બન્‍યું છે.

Related posts

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

Leave a Comment