October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

સાંસદ હસમુખભાઈ સોમાભાઈ પટેલની અધ્‍યક્ષતામાં 9 સાંસદોની ટીમે દમણની બે દિવસની લીધેલી મુલાકાતઃ પ્રશાસનના અધિકારીઓએ ‘જલ જીવન મિશન’ અને ‘સ્‍વચ્‍છ ભારત મિશન’ ઉપર રજૂ કરેલું પ્રેઝન્‍ટેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: સાંસદ શ્રી હસમુખભાઈ સોમાભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જળ સંસાધન ઉપરની 9 સાંસદો વાળી સંસદીય સ્‍થાયી સમિતિએ ગઈકાલે અને આજે દમણની મુલાકાત લીધી હતી. આ સમિતિએ વેસ્‍ટ વોટર મેનેજમેન્‍ટ સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, જળ જીવન મિશન અને સ્‍વચ્‍છ ભારત મિશનના સંબંધિત કાર્યાન્‍વિત કામો અને ગતિવિધિઓ ઉપર અધ્‍યયન કરવા માટે દમણની મુલાકાત લીધી હતી.


આજે સંઘપ્રદેશ પ્રશાસનના અધિકારીઓ સાથે થયેલ બેઠકમાં જળ જીવન મિશન અને સ્‍વચ્‍છ ભારત મિશનનું સમિતિ સમક્ષ પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતું. સંસદીય સમિતિએ 2024ની સમયમર્યાદા પહેલાં જ હર ઘર જળનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની સરાહના કરી હતી. કુલ 85156 ઘરોને સામેલ કરી દરેક ગ્રામીણ પરિવારોને વ્‍યક્‍તિગત નળ કનેક્‍શન પ્રદાન કરવામાં સંઘપ્રદેશે 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. સંસદીય સમિતિએ ખુલ્લામાં શૌચ મુક્‍તના ઉચ્‍ચ માપદંડને હાંસલ કરવા માટે પણ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને પ્રશંસાકરી હતી.
સંસદીય સમિતિએ નાની દમણના વેક્‍યુમ આધારિત સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘર, પરિયારીમાં નવનિર્મિત પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક વિદ્યાલય, જ્‍યુપ્રિમમાં આરોગ્‍ય અને કલ્‍યાણ કેન્‍દ્ર તથા જમ્‍પોરમાં રામસેતૂ બીચ રોડનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Related posts

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

ચીખલીમાં એલઆઈસી એજન્‍ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

vartmanpravah

પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરાયું

vartmanpravah

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment