October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

વાપીમાં બુધવારે આગના બે બનાવ : કરવડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં હાર્દિક પોલીમર પ્‍લાસ્‍ટીક કંપની આગની લપેટોમાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપીમાં બુધવારે આગના બે બનાવ બનવા પામ્‍યા છે. મળસ્‍કે સેકન્‍ડ ફેઈઝ જી.આઈ.ડી.સી.માં આવેલ શ્રીજી વેફર નમકીન અને સ્‍વીટ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. તો સવારે 8 વાગ્‍યાના સુમારે વાપી નજીક આવેલ કરવડ ઈન્‍ડસ્‍ટ્રીયલઝોનમાં એક પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી હતી.
વાપી નજીક કરવડ રોડ ઉપર આકારીત ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં આવેલ હાર્દિક પોલીમર નામની નવીન કાર્યરત થઈ રહેલી કંપનીમાં પ્રોડક્ષન શરૂ થાય તે પહેલાં આજે બુધવારે સવારે અચાનક શોર્ટ સર્કિટ થવાથી ભિષણ આગ લાગી હતી. આગની જાણ વાપી નોટીફાઈડ અને પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ચાર બંબા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. બે-ત્રણ કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કંપનીના નવા મશીનો પ્‍લાસ્‍ટીક રો-મટેરીયલ અને અન્‍ય સરસામાન મળી લાખોનું નુકશાન થયાનો અંદાજો છે. આગમાં અન્‍ય કોઈ જાન-હાની થયેલ નથી. વાપીમાં દિવસમાં બે આગની ઘટના ઘટતા ચર્ચાઓનો દોર લગાતાર રહ્યો હતો.

Related posts

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પાંચમી નવેમ્‍બરે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રોમાં આયોજીત યુથ બોક્‍સિંગ કપ-2024માં સંઘપ્રદેશના બોક્‍સર સુમીતનું શાનદાર પ્રદર્શનઃ ઓસ્‍ટ્રિયા અને પોલેન્‍ડના ખેલાડીઓને પરાજીત કરી ક્‍વાર્ટર ફાઈનલમાં કરેલો પ્રવેશ

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્‍વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

Leave a Comment