October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

છીરી ધોડીયાવાડ ચાલીમાં રહેતા વિક્રમ શશીભુષણ સિંગ અને ઓમપ્રકાશ સિંગની ધરપકડ : ફોન ઉપર 5 કરોડની ખંડણી માંગી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: મુંબઈના અંધેરીમાં કાર્યરત હોટલના લેન્‍ડ લાઈન નંબર ઉપર હોટલમાં પાંચ બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગનાર બે આરોપી વાપી છીરીથી ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.
મુંબઈના અંધેરીમાં આવેલ હોટલ લલીત ના લેન્‍ડ લાઈન નંબર ઉપર અજાણ્‍યો ફોન આવ્‍યો હતો. ફોનમાં હોટલમાં પાંચ બોમ્‍બ મુકીઉડાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેની ગંભીરતાને લઈ હોટલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્‍ટ્ર પોલીસે ચાંપતી હાથ ધરેલ તપાસમાં કેટલાક મોબાઈલ નંબરના લોકેશન વાપીના ટ્રેસ થયા હતા તેથી વલસાડ એસ.પી.નો મહારાષ્‍ટ્ર પોલીસે સંપર્ક કર્યો હતો. એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ તપાસ એસ.ઓ.જી.ને સોંપી હતી. એસ.ઓ.જી.એ તપાસનો ધમધમાટ આરંભી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ખંડણી અને બોમ્‍બ બ્‍લાસ્‍ટની ધમકી આપનારા વાપી છીરીમાંથી ઝડપાયા હતા. છીરી રાજેશભાઈની ચાલમાં રૂમ નં.3માં રહેતો વિક્રમ શશીભુષણ સિંગ તેમજ ધોડીયાવાડ પ્રવિણભાઈની ચાલમાં રહેતો યેશુકુમાર ઓમપ્રકાશ સિંગની એસ.ઓ.જી.એ ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા આ પ્‍લાન કર્યો હતો. પોલીસે ધરપકડ કરી બન્ને આરોપીઓને મહારાષ્‍ટ્ર પોલીસના હવાલે કર્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment